Mor Bani Thangat Kare Lyrics in Gujarati

Mor Bani Thangat Kare Lyrics : Zaverchand Meghani, known as the National Shire, rushed to translate the original poet Rabindranath Tagore's work 'Navi Varsha' into Gujarati and the result? … An evergreen composition similar to the bouquet of Gujarati literature was created.When the rainy season comes, when the sky is surrounded by thick dark clouds, the universe is full of sixteen ornaments. For the peacock, rain is the call of love .. Vasanti tide awakens in his heart, his romerom dances. Enjoy Meghani's immortal work and my favorite Varshakavya.So you know Mor Bani Thangat Kare Lyrics written by Zaverchand Meghani.

રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાતા ઝવેરચંદ મેઘાણી મૂળ કવિ રવીન્દ્રનાથ ટાગોરની કૃતિ 'નવી વર્ષા'નું ગુજરાતીમાં ભાષાંતર કરવા દોડી ગયા અને પરિણામ તમે જાણો જ છો  ગુજરાતી સાહિત્યના કલગી જેવી જ સદાબહાર રચના બનાવવામાં આવી હતી.


Mor Bani Thangat Kare Lyrics in Gujarati


    મોર બની થનગાટ કરે  Lyrics ગુજરાતીમાં 


મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.

ઘનઘોર ઝરે ચહુ ઓર,

મારું મન મોર બની થનગાટ કરે.

બહુ રંગ ઉમંગનાં પીંછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને

મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે.

મારું મન મોર બની થનગાટ કરે.

ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે

ગુમરી ગુમરી ગરજાટ ભરે. (2)

નવે ધાન ભરી સારી સીમ ઝૂલે, નદીયું નવજોબન ભાન ભૂલે,

નવ દીન કપોતની પાંખ ખૂલે (2)

મઘરા મઘરા મલકાઇને મેડક નેહસું નેહસું બાત કરે.

ગગને ગગને ઘુમરાઇને પાગલ

મેઘઘટા ગરજાટ ભરે. … મન મોર બની


નવમેઘ તણે નીલ આંજણીએ મારાં ઘેઘૂર નેન ઝગાટ કરે

મારાં લોચનમાં મદઘેન ભરે (2)

પરછાઈ તળે હરિયાળી બની મારો આતમ નેન બિછાત કરે

સચરાચર શ્યામલ બાથ ધરે (2)

મારો પ્રાણ કરી પુલકાટ ગયો પથરાઇ સારી વનરાઇ પરે,

ઓ રે ! મેઘ આષાઢીલો આજ મારે દોય

નેન નીલાંજન-ઘેન ભરે … મન મોર બની


નદી-તીર કેરાં કૂણાં ઘાસ પરે પનિહારી એ કોણ વિચાર કરે,

પટકૂળ નવે પાણી-ઘાટ પરે ! (2)

એની સૂનમાં મીટ સમાઇ રહી, એની ગાગર નીર તણાઇ રહી,

એને ઘેર જવા દરકાર નહીં (2)

મુખ માલતીફૂલની કૂંપળ ચાવતી કોણ બીજા કેરું ધ્યાન ધરે !

પનિહાર નવે શણગાર નદી કેરે

તીર ગંભીર વિચાર કરે ! … મન મોર બની


ઓલી કોણ કરી લટ મોકળીયું ખડી આભ-મહેલ અટારી પરે

ઊંચી મેઘ-મહેલ અટારી પરે ! (2)

અને ચાકચમૂર બે ઉર પરે પચરંગીન બાદલ-પાલવડે

કરી આડશ કોણ ઊભેલ અરે ! (2)

ઓલી વીજ કેરે અંજવાસ નવેસર રાસ લેવા અંકલાશ ચડે,

ઓલી કોણ પયોધર સંઘરતી

વિખરેલ લટે ખડી મે’લ પરે ! … મન મોર બની


ઓલી કોણ હિંડોળ ચગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે,

ચકચૂર બની ફૂલ-ડાળ પરે ! (2)

વિખરેલ અંબોડાના અળ ઝૂલે, દિયે દેહ-નીંડોળ ને ડાળ હલે.

એની ઘાયલદેહના છાયલ-છેડલા

આભ ઊડી ફરકાટ કરે (2)

ઓલી કોણ ફંગોળ લગાવત એકલ ફૂલ બકુલની ડાળ પરે !

મોર બની થનગાટ કરે આજે … મન મોર બની.


તમરાંને સ્વરે કાળી રાત ધ્રુજે,

નવ બાદલને ઉર આગ બૂઝે (2)

નદીપૂર જાણે વનરાજ ગુંજે. હડૂડાટ કરી, સારી સીમ ભરી,

સરિતા અડી ગામની દેવડીએ (2)

ઘનઘોર ઝરે ચહુ ઓર મારું મન મોર બની થનગાટ કરે.


 મોર બની થનગાટ કરે  Lyrics Video ગુજરાતીમાં


Lable : મોર બની થનગાટ કરે લિરિક્સ , ગુજરાતી ગરબા લિરિક્સ ,ગુજરાતી ગીત 

Post a Comment

Connect with me.

Previous Post Next Post