Tali Pado To Mara Ramni (Shyam Ni) Lokgeet Lyrics
Tali Pado To Mara Ramni (Shyam Ni) in Hinglish / English
Tali Pado To Mara Ramni (Shyam Ni) Lyrics In Gujarati
તાળી પાડો તો મારા તો મારા રામ ની રે,
બીજી તાળી ના હોય જો (2)
વાતો કરો તો મારા રામ ની રે, બીજી વાતો ના હોય જો (2)
સ્મરણ કરો તો સીતારામ ના રે, બીજા સ્મરણ ના હોય જો
તાળી પાડો તો મારા તો મારા રામ ની રે,
બીજી તાળી ના હોય જો
બાળપણ, બાળપણ માં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય જો
બાળપણ માં પ્રહલાદ ને નરસિંહ મળ્યા રે, એને બાળપણ કહેવાય જો
તાળી પાડો તો રામ ની રે, બીજી તાળી ના હોય જો
યુવાની, યુવાની માં ફેર છે રે, યુવાની કોને કહેવાય જો
યુવાની માં મીરા બાઈ ને શ્યામ મળ્યા રે, યુવાની એને કહેવાય જો
વાતો કરો તો રામ ની રે, બીજી વાતો ના હોય જો
વાતો કરો તો મારા શ્યામ ની રે, બીજી વાતો ના હોય જો
વૃદ્ધાવસ્થામાં, વૃદ્ધાવસ્થામાં ઘણો ફેર છે રે, વૃદ્ધાવસ્થા કોને વૃદ્ધાવસ્થા કહેવાય જો
વૃદ્ધાવસ્થા માં શબરી બાઈ ને રામ મળ્યા રે, એને વૃદ્ધાવસ્થા કહેવાય જો
સ્મરણ કરો તો સીતારામ ના રે, બીજા સ્મરણ ના હોય જો
ભાઇબંધમાં, ભાઇબંધમાં ઘણો ફેર છે રે, કોને ભાઇબંધ કહેવાય જો
ભાઇબંધમાં સુદામા ને કૃષ્ણ મળ્યા રે, એને ભાઇબંધ કહેવાય જો
તાળી પાડો તો મારા તો મારા રામ ની રે, બીજી તાળી ના હોય જો
દુશ્મન, દુશ્મન માં ઘણો ફેર છે રે, કોને દુશ્મન કહેવાય જો
દુશ્મન માં રાવણ ને રામ મળ્યા રે, એને દુશ્મન કહેવાય જો
વાતો કરો તો રામ ની રે, બીજી વાતો ના હોય જો
વાતો કરો તો મારા શ્યામ ની રે, બીજી વાતો ના હોય જો
નીતિ, નીતિ માં ઘણો ફેર છે રે, નીતિ કોને કહેવાય જો
નીતિ માં વિદુરજી ને કૃષ્ણ મળ્યા રે, એને નીતિ કહેવાય જો
સ્મરણ કરી લો સીતારામ ના રે, બીજા સ્મરણ ના હોય જો
મરણ, મરણ માં ઘણો ફેર છે રે, મરણ કોને કહેવાય જો
મરણ માં જાતાયુ ને રામ મળ્યા રે, એને મરણ કહેવાય જો
તાળી પાડો તો મારા રામ ની રે, બીજી તાળી ના હોય જો
સેવા, સેવા માં ઘણો ફેર છે, સેવા કોને કહેવાય જો
સેવા માં હનુમાન ને રામ મળ્યા રે, સેવા એને કહેવાય જો
તાળી પાડો તો મારા રામ ની રે, બીજી તાળી ના હોય જો
વાતો કરો તો મારા રામ ની, બીજી વાતો ના હોય જો
સ્મરણ કરો તો મારા સીતારામ નું રે
તાળી પાડો તો મારા તો મારા રામ ની રે,
બીજી તાળી ના હોય જો (2)
વાતો કરો તો મારા રામ ની રે,
બીજી વાતો ના હોય જો (2)
Song Credits
- - Title: Mara Ramni (Shyam Ni)
- - Artist: Kinjal Dave
- - Music: Mayur Nadiya
- - Lyrics: Traditional Bhajan (Lokgeet)
- - Compilation: Manu Rabari
- - Album: Tali Pado To Mara Ramni (Shyam Ni)
FAQs:
Who is the artist of "Tali Pado To Mara Ramni (Shyam Ni)"?
Kinjal Dave.Who composed the music for this bhajan?
Mayur Nadiya.What is the central theme of the song?
Devotion to Lord Ram and Shyam, exploring divine connections in various life stages.What is the origin of the lyrics?
The lyrics are from a traditional Gujarati bhajan (Lokgeet).What does the chorus "Tali Pado To Mara Ramni (Shyam Ni)" signify?
It signifies that clapping in the name of Lord Ram and Shyam is unique and irreplaceable.Which album features this bhajan?
Tali Pado To Mara Ramni (Shyam Ni).Who collected and compiled this song?
Manu Rabari.Is this song a modern composition or a traditional one?
It is a traditional composition with a modern rendition.What is the significance of the various stories mentioned in the verses?
Each story highlights how divine encounters define different life stages and relationships.How is this song relevant to devotees today?
It reminds devotees of the timeless connection with the divine, encouraging them to reflect on their spirituality in every phase of life.